રાહ જોતી
રાહ જોતી
મીટ માંડીને બેઠી દરવાજે રાહ જોતી
આવે જો સાયબો હરખ ઘેલી થતી
સોળે શણગાર સાયબા કાજે સજતી
કાજળ ઘેરી આંખ સાયબા સંગ ઢળતી
હજારોની જામેલી ભીડમા એકલતા લાગતી
સાયબાને સંગ દુનિયા પ્યારી મને ભાસતી
કેવી છે આ અંધકારમય રાતડી
સાયબાની રાહમાં બિહામણી ભાસતી
