STORYMIRROR

Rekha Patel

Inspirational

3  

Rekha Patel

Inspirational

રાધાજીની તોલે

રાધાજીની તોલે

1 min
198

કરૂણાનીધાન તમે, દયાના નિધાન તમે,

મારા શ્યામ તમે રાધાજીની તોલે ન આવો...

મારા શ્યામ તમે રાધાજી તોલે ન આવો.


ગોકુળ છોડીને તમે મથુરા ગયાં,

રાધાજીના રુદિયાને સાથે લઈ ગયાં.... મારા શ્યામ....


વનરા તે વનની કુંજ ગલીઓમાં,

રાધાજીના તનડાને ભમતા કરી દીધાં... મારાં શ્યામ....


દિવસ ને રાતમાં નામ તમારૂં લેતાં,

રાધાજીના મનડાને ભજતા કરી દીધાં.... મારા શ્યામ...


વસ્યા તમે દ્વારકાના રાજમાં, રાણીઓના સાથમાં,

આંસુડા વહાવે રાધા તમારી યાદમાં.... મારા શ્યામ....


"સખી રેખા" કહે પ્રભુ શ્યામસુંદરને વહાલાં,

રાધાજીની યાદ સતાવે રાણીઓના સાથમાં... મારા શ્યામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational