Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

પૂરી થઈ આજે મારી બધી માંગણી

પૂરી થઈ આજે મારી બધી માંગણી

1 min
213


જાણે પૂરી થઈ ગઈ આજે બધી મારી માંગણી,

જાણે આ વર્ષા ભીના વાતાવરણમાં ભળી ગઈ તારી લાગણી,


ફૂલોની ખૂબસૂરત કેદમાંથી મુક્ત થઈ,

ફોરમ આવી લઈ તારા આગમનની વધામણી,


મોર બની થનગનાટ કરે આ મારું મનડું,

આ હૈયાના આંગણે થઈ પિયુની પધરામણી,


આ વહેતી હવા લાવી ખુશખબર તારા આગમનની,

હરખાઈ ગયું મન, ખીલી ઉઠયું બની એ પોયણી,


પંખીઓના ટહુકે તૃપ્ત થયું આ દિલનું વૃક્ષ,

હરખમાં સરકી ગઈ સર પરથી મારી ઓઢણી,


પુષ્પનો પમરાટ લાવ્યો દિલમાં નવો ઉમંગ,

જાણે ગઝલ માટે મળી ગઈ મને નવી જોડણી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy