પુસ્તકની પાંખે
પુસ્તકની પાંખે
જન્નતની સફર છે પુસ્તકની પાંખે
ઝિંદાદિલ અસર છે પુસ્તકની પાંખે
ઝંઝાવાતો વચ્ચે અડિખમ દીવાદાંડી
ધરખમ સબર છે પુસ્તકની પાંખે
ઝળહળ અંતરને અજવાળે જ્યોતિ
ઊંચી ઊંચી સફર છે પુસ્તકની પાંખે
અનમોલ એવી વિરાસતનો ખજાનો
અદભૂત ત્યાં નજર છે પુસ્તકની પાંખે
એવરેસ્ટ શિખરથી ઊંચે ઉડાન છે
જાહોજલાલી કદર છે પુસ્તકની પાંખે
