પુસ્તક
પુસ્તક
અક્ષર જ્ઞાનથી શરૂઆત,
પુસ્તક છે એનો આધાર,
વિવિધ ભાષા વિવિધ બોલી
જ્ઞાન મળે પુસ્તકથી,
હાઈસ્કૂલ ભણી કોલેજ કરી
પુસ્તક ખરીદી વાંચન કર્યું,
જાગૃત થાય વાંચન રસ
પુસ્તક વાંચન અતિ ઉત્તમ,
સમય પણ હતો પુસ્તકોનો
હવે થાય ઓનલાઈન વાંચન,
વિવિધ લેખો વિવિધ વાર્તા કાવ્ય
વાંચન ભૂખ લાગે અધિક,
પુસ્તક છે જ્ઞાનનો ભંડાર
સમજો તો અધિક વરદાન.