પુરૂષાર્થ
પુરૂષાર્થ
છો ને સંકટ આવે લક્ષ્ય આડે સેંકડો,
થાઉં નિષ્ફળ તો કોઇ દરકાર નથી,
કારણ પુરુષાર્થનો કોઈ પર્યાય નથી.
કર્મ કર ફળ સેવ ના, એ શીખવ્યું કૃષ્ણએ,
કર્મનિષ્ઠા જેવી કોઈ તલવાર નથી,
કારણ પુરુષાર્થનો કોઈ પર્યાય નથી.
પ્રભુ અર્પિત ગુણોની સદા વૃદ્ધિ કરતાં રહીએ,
વેર, ઝેર ને દંભ, દર્પમાં રહ્યો કોઈ સાર નથી,
કારણ પુરુષાર્થનો કોઈ પર્યાય નથી.
સ્નેહીજનોનું 'રંજન' કરતાં આયખું વીતે આખું,
બાકી ઈચ્છા કોઈ સુખની લગાર નથી.
કારણ પુરુષાર્થનો કોઈ પર્યાય નથી.
