પતંગોત્સવ - જીવન ઉત્સવ
પતંગોત્સવ - જીવન ઉત્સવ


પતંગોત્સવ દાખવે છે, જિંદગીમાં કેટકેટલાયે અનેરા રંગ છે,
બધા સાથે મળીને ચગાવીએ તો સંબંધોના આકાશમાં રંગારંગ છે,
હોય ગમે તેટલી મોકળાશ કે, હોવ ગમે તેટલા સાધન સંપન્ન,
જિંદગીનો પતંગ ચગે બરાબર, જો કુદરતરૂપી પવન સંગ છે,
લંગશીઆઓથી હંમેશા બચતા રહેવાનું હોય છે જિંદગીમાં,
લંગશીઆ લોકો કરે જીવન પતંગોત્સવમાં હંમેશા ભંગ છે,
જિંદગીમાં તો ના જાણે આવતા હોય છે કેટલાયે ચઢાવ ઉતાર,
જિંદગીનો પતંગ રહે મસ્ત, જો સારી ફીરકી પકડવા વારી સંગ છે,
જિંદગી સર્જતી હોય છે વિચારોની અવનવી ગુંચો,
વિચારોની દોરી હોય સારી તો જીવનમાં અનેરા તરંગ છે,
સંબંધોના આકાશમાં ઘણીવાર જામતી હોય છે ખેંચાખેંચી,
સામે વારો છો ને ખેંચે, ઢીલ આપતા જવું પણ સત્સંગ છે.