STORYMIRROR

Arjunsinh Rajput

Romance

3  

Arjunsinh Rajput

Romance

પતંગની પેચ

પતંગની પેચ

1 min
300

સવારે ઊઠીને કિંના બાંધતાં'તાં

પવનની રાહ જોતાં'તાં

આવી ઉત્તરાયણ.


પતંગ ચગાવતાં'તાં

ફીરકી પકડાવતાં'તાં

આવી ઉત્તરાયણ.


તિરછી નજરો મેળવતાં'તાં

પતંગ કપાવતાં'તાં

આવી ઉત્તરાયણ.


લૂંટવા જતાં'તાં

મળીને આવતાં'તાં

આવી ઉત્તરાયણ.


મિત્રતા કરતાં'તાં

મોજ પણ કરતાં'તાં

આવી ઉત્તરાયણ.


પણ હવે શું ?

નથી એવી ઉત્તરાયણ કે

નથી એવી મિત્રતા માટે,


મનને મનાવી લો અને 

કરી લો પતંગની પેચ ને

હરખ ભેર ઉજવી લો

આવી ઉત્તરાયણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance