STORYMIRROR

Khyati Anjaria

Inspirational

4  

Khyati Anjaria

Inspirational

પતંગિયું

પતંગિયું

1 min
407

પતંગિયાની પાંખોમાં તો કેવું જોર સમાયું ?

ફુલે ફુલે રસ ધરવા એ દોટ મુકીને ભાગ્યું.


ફુલોની નાજુક પાંદડીઓ ઊભી છે રાહ જોતી,

આવી ગયું, આવી ગયું છે પાંદડીઓનું મોતી.


રંગની રેલમછેલ ઊડાવે પતંગિયું પણ શાણું,

ફુલોને ઝટપટ પટાવે, એ તો હું પણ જાણું.


ફુલોની રંગત છે નોખી, સુવાસ જાણે સોનું,

પણ પતંગિયાની સોબત વિના લાગે સુનુસુનુ.


ફૂલના રસને પીવા પતંગિયું ઝટપટ ઊડી આવે,

ફુલોને પણ તો પતંગિયા વિના ક્યાંથી ફાવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational