પથ્થર પણ પીગળતા થઈ ગયા
પથ્થર પણ પીગળતા થઈ ગયા
જોઈ તારું મનમોહક મુખડું
આ શબ પણ ધબકતા થઈ ગયા,
જોઈ તારી આ નશીલી આંખ,
હૃદયના ધબકાર પણ ઉછળતા થઈ ગયા,
આ પામી સ્પર્શ તારા મખમલી હાથનો,
જોને આ પથ્થર પણ પીગળતા થઈ ગયા !
જોઈ તારી અદ્ભૂત મુખાકારી,
આ ફૂલો પણ ઈર્ષ્યામાં બળતા થઈ ગયા !
આ શું આગમન થયું બાગે તમારું ને !
આ ઉદાસ ભ્રમર પણ મલકાતા થઈ ગયા !
આ આવ્યા તમે જ્યારે પર્વત પર,
તમને જોઈને આ ઝરણાં પણ વહેતા થઈ ગયા !
વસી ગયા છો તમે મારાં નયનમાં એવા કે,
રાતના બધા સપનાંઓ મારા રઝળતા થઈ ગયા !

