પસ્તાવો
પસ્તાવો
જીવે છે તમામ સજીવસૃષ્ટિ પોતાની પ્રકૃતિ પ્રમાણે
બસ હું નથી જીવતો માનવ થઈને સંસ્કૃતિ પ્રમાણે .....
થાય છે મને પસ્તાવો એનો,
નવ-નવ મહિના જે માતાના ગર્ભમાં હું રહ્યો ગયો
ભૂલી એના લાડને વિદેશમાં હું ફર્યો .....
થાય છે મને પસ્તાવો એનો,
જે પિતાએ આંગળી ઝાલી દેખાડો મને આ સંસાર
તે માત પિતાની આજ્ઞા વિના ખાધો મે લગ્નનો કંસાર ......
થાય છે મને પસ્તાવો એનો,
હરખે જોયાતા ભાઇ-બહેને મારા લગ્નના સપનાં
સાવકો બનીને મેતો તોડી નાખ્યાં અરમાન તેનાં દિલના ........
થાય મને પસ્તાવો એનો,
કુટુંબ, કુળ અને જ્ઞાતિ ને મારા પર હતું જે અભિમાન
રંગાઈ ગયો વિદેશના રંગે ને ન રાખ્યું મે કોઈનું માન ..........
થાય છે મને પસ્તાવો એનો,
માતા-પિતા અને ઈશ્વર થકી મળ્યો મનુષ્ય અવતાર
બની કૃતઘ્ની ભૂલી ગયો હું તેણે કરેલા ઉપકાર .........
થાય છે મને પસ્તાવો એનો.