માતૃહૃદય
માતૃહૃદય
1 min
184
રાહ જોઇ સૌ બેઠા ભગવાનનાં ચમત્કારનો,
અંદરથી અવાજ આવ્યો ત્યાં બાળકના રડવાનો.
ખુશીનો સંદેશો લઈ દોડી આવી નર્સ,
હરખઘેલા પિતાએ આપવા સોગાત,
કાઢ્યું પર્સ આપ્યા વધામણાં હરખાતા,
આવ્યો છે કુળનો વંશ રંગે રૂપાળો,
ને કામણગારો લાગે છે પ્રભુનો અંશ,
સૌના મુખ પર સ્મિત લહેરાયુ
માની પ્રભુનો ઉપકાર માતૃહદય ખીલ્યુ ના,
જોઈ દીકરાનો અવતાર કરાવ્યા મીઠા મોં સૌના,
કહે ગીતડાં અમે ગાશું સુખની ક્ષણમાં
જોયા "મા"ના નયનમાં આંસુ,
ભૂતકાળ ભૂલી સૌ હતાં રાજી,
વેદના હતી કેવળ "માં"ને દિકરા માટે
આપી પરિવારે, આહુતી ચાર દીકરીની,
એ માતૃહૃદય કેમ માને.