આવ્યો રૂડો ફાગ
આવ્યો રૂડો ફાગ

1 min

255
આવ્યો રૂડો ફાગ હવે તો આવ્યો રૂડો ફાગ,
ઉત્સવ આવ્યો રૂડો આજ,
હવે તો તું જાગ ખુશીઓની ભરમાર,
લઇને આવ્યો છે રાજા,
કેસુડાના પાણીએ નાહીને,
સૌ થઈ ગયા સાજા,
ઘેરૈયાની ટોળી આવી ભાગ હવે તું ભાગ,
આવ્યો રૂડો ફાગ હવે તો આવ્યો રૂડો ફાગ,
ભાગુ ત્યાં તો પકડી રાખે રંગોની પિચકારી,
ખુશીઓના રંગથી થાય સૌ તરફ કિકયારી,
જીદગીમાં કાયમ રહેશે રંગોળીના દાગ,
આવ્યો રૂડો ફાગ હવે તો આવ્યો રૂડો ફાગ.