હોળી અને ધુળેટી
હોળી અને ધુળેટી
1 min
360
જીવન જીવવા માનવી કરે છે વ્યવહાર,
હોળી અને ધુળેટી નામે આવ્યો રંગોનો તહેવાર,
મામા ઘરે આવી પૂછે છે, કેમ છે ભાણા ?
બાળકો હળીમળીને ભેગા કરે છે, છાણા,
છાણાઓને ગોઠવી કરે છે મોટો ઢગ,
હોળીને પ્રગટાવવા ન ચાલે કોઈની વગ,
આવેલ વ્યક્તિ કરે નમસ્કાર બંને હાથ જોડી,
જ્યારે ગામમાંનો એક વ્યક્તિ પ્રગટાવે છે હોળી,
પથ્થર જોઈ કહે, ક્યાં પડશે વરસાદ,
ઘેરૈયા વહેચે આખા ગામમાં પ્રસાદ,
સૌ ઘરના હળી-મળીને ખાઈ આ પ્રસાદ,
ત્યાં ઘેરૈયા કરે ગામમાં રંગોનો વરસાદ,
દુર્ગુણ બાળી સદગુણ લાવતી આ સવાર,
હોળી અને ધુળેટી નામે આવ્યો રંગોનો તહેવાર.