પત્ની
પત્ની
પત્નીરૂપે આવીને મારા જીવનમાં,
પાડ્યો તે ઊંડો પ્રભાવ,
જે હદયમાં કંઈ ન હતું,
તેમાં ઉત્પન્ન કર્યો તે ભાવ,
તારા આગમનથી ઉદય થયો,
સૂર્ય મારા જીવનનો,
તારા એક સ્મિતે મને સક્ષમ કર્યો,
જીવનના દરેક પડકાર સામે ઝઝૂમવાનો,
તારા દરેક ગુણોએ આપી છે,
જીવનના દરેક પ્રશ્ન હલ કરવાની શક્તિ,
તારા આ નારી સ્વભાવે,
લાવી છે મારી જિંદગીમાં મસ્તી,
તારા સાથ અને સહકારથી મારા,
જીવનમાં આવી છે કીર્તિ વૈભવને વાણી,
કબૂલું છું હું તારી પ્રેરણાથી,
જિંદગી મારી બદલાણી.