STORYMIRROR

MANSUKHBHAI GORDHANBHAI BHADELIYA

Inspirational

4  

MANSUKHBHAI GORDHANBHAI BHADELIYA

Inspirational

હોળી શું છે ?

હોળી શું છે ?

1 min
205

જેની ઉજવણી ફાગણ સુદ,

પૂનમના દિવસે થાય છે,

તેમજ જે વસંતને વધાવતા,

ઉત્સવ તરીકે ઉજવાય છે,

તે છે હોળી.


રંગોનો આ તહેવાર નવજીવન,

સંદેશો આપી જાય છે,

પોતાને જ ભગવાન માનતો,

હિરણ્યકશિપુની યાદ અપાવી જાય છે,

તે છે હોળી.


તેને ત્યાં પ્રહલાદ જેવા,

ભક્ત પુત્રનો જન્મ થાય છે,

હિરણ્યકશિપુને ત્યારથી તેને,

મારવાના પ્રયત્નો શરૂ થાય છે,

તે છે હોળી.


વરદાને બળે હિરણ્યકશિપુની,બહેન હોલિકા,

પ્રહલાદ ને બાળવા જાય છે,

ત્યારથી આ કસોટીમાંથી પાર ઊતરેલો,

પ્રહલાદ નર શ્રેષ્ઠ બની જાય છે,

તે છે હોળી.


રંગોનો આ ઉત્સવ આપણા જીવનને,

રંગીન બનાવતો જાય છે,

સંઘનિષ્ઠાનો મહિમા તેમજ અસદ વૃત્તિને,

બાળવાનો સંદેશો આપતો જાય છે,

તે છે હોળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational