પર્યાવરણ
પર્યાવરણ
લીલીછમ હરિયાળી વૃક્ષોથી છવાતું વન,
સ્વર્ગથી પણ અતિ સોહામણું લાગતું વન.
સુકીભઠ્ઠ થયેલી ધરામાં ઠંડક પ્રસરાવવા
અનરાધાર મેઘાના મંડાણ કરાવતું વન.
પ્રકૃતિનું સૌંદય જાણે સોળે કળાએ ખીલે,
પર્વતો,નદીઓના ઝરણામાં શોભતું વન.
હતો સમય જ્યારે માવજત કરતો માનવી,
આજે,પ્લાસ્ટિકની આગમાં સળગતું વન.
રસાયણ,પ્રદુષણમાં પર્યાવરણને નુકશાની,
ભીતીમાં ચારેકોર ફેલાવામાં બંજળતું વન.
હવામાં મળતો ઓક્સિજન બાટલે વેચાયો,
શ્વાસની ઝખનાંઓ પરિપૂર્ણ સાચવતું વન.
કિંમત સમજાઈ ગઈ વૃક્ષની જતન કરીએ,
એક એક વૃક્ષ વાવીને ધરાને ખીલવતું વન.
