STORYMIRROR

amita shukla

Romance

4  

amita shukla

Romance

પ્રતીક્ષા

પ્રતીક્ષા

1 min
613

નયન છે પ્રતીક્ષાની રાહમાં,

સોળ શણગાર સજી આંખમાં,

રાહ નિહારુ પિયુ મિલનની,

ક્યારે સમાશે મારાં નયનમાં,


કીકી છે ભાલની બિંદી,

ભ્રમર છે ગુંથેલો ચોટલો,

પલકો છે ટમટમતો દીવો,

પોપચાં છે નયનનાં દ્વાર.


સફેદ પાણીમાં તરતાં નયનો,

છલકાયા જ્યારે હસ્યાં બંને,

લાજથી ભરેલી પલકોની નમન,

ઓઢી ચૂંદડી જાણે આલિંગન.


નયન થાક્યા તારી આશમાં,

અશ્રુરૂપી થઈ માળાની હાર,

માળાનાં મોતી પરોવી ધાગામાં,

સ્વાગતમાં ઉભી હું લઈ હાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance