પ્રથમ રાત્રિમિલન
પ્રથમ રાત્રિમિલન
ધડક ધડક દિલ ધડકે, સજના!
માંડ સોગઠાં - ચોપાટું .....!
પલક નેત્ર પલ - પલ થડકે ને,
કંકુ ફાટું - ફાટું ....!
આજ લગી ક્યાં કોઈ પીતું
અમરતનો સમદરિયો ....
ઘટ - ઘટ પી જા અમને, આલ્લે!
કુંભ મજાનો ભરીયો ....
ધનક ... ધનક .... ઝાંઝરિયું બલમા!
ઘુઘરિયાળી વાટુ ......!
ધડક ધડક દિલ ધડકે, સજના!
માંડ સોગઠાં - ચોપાટું .....!
ઊછળકૂદ ઈચ્છાના શંફૂદ્રુમ
ઊગ્યા પરસાળે.....
જાણે ગુલાબ ગોટો ફૂટ્યો
અંતરના અજવાળે ......
છલક શ્વાસ સરવર, સાંવરિયા
રાખું કોના સાટુ?
પલક નેત્ર પલ - પલ થડકે ને,
કંકુ ફાટું - ફાટું ....!!

