Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Romance

4.3  

VARSHA PRAJAPATI

Romance

પ્રણયની વાત

પ્રણયની વાત

1 min
278


સમયની નાવમાં બેસી પ્રણયની વાત કરવી છે,

હૃદયમાં સંઘરેલા એ સમયની વાત કરવી છે,


થયું તું આંગણું પાવન, જનમ તારો થવાથી ને,

હરખ ઘેલો બન્યો તો એ ઉદયની વાત કરવી છે,


સ્વભાવે તું ઘણી જિદ્દી, ગુસ્સામાં ના રહે પાછી,

છતાં છે મીણ જેવી એ હૃદયની વાત કરવી છે,


બનીને લાડકી સૌની, અપાવ્યું માન પણ ઝાઝું,

સમય સાથે રળ્યો તો એ વિનયની વાત કરવી છે,


બનીને સ્વપ્ન પપ્પાનું, સદા તું આંખમાં રમતી,

પરાજ્યમાં સદા પામી એ જયની વાત કરવી છે,


હૃદયનો સૂર તું છે ને, અમારી વાંસળી પણ તું,

ભલે 'ગોપી' બની છેડયો એ લયની વાત કરવી છે,


હૃદયના આભથી વરસે, સદાયે હેતની 'હેલી'

બની નિર્ભય તું થા તૈયાર, વિજયની વાત કરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance