પ્રણય પુષ્પ
પ્રણય પુષ્પ


ગુલાબની સુગંધ જાણે બંધ આંખે,
મને સ્પર્શયાનો આભાસ થયા કરે છે,
છે તું મારી સામેજ,
આભાસ એવો થયા કરે છે.
ચાલ આવ તું આ ગુલાબથી વધુ સુગંધ,
આપણા જીવતરમાં ભરી દઈએ,
હસતા એ પુષ્પને પ્રેમથી ભરેલી,
ખુશ્બુ માણવા દઈએ.
એકાકાર થઈ આપણી સુવાસથી,
ચાલ આવ તું મધમધતો પ્રેમ મહેકાવીએ,
રોજ સવારે એકમેકના,
રોઝ થઈ ખીલી જઈએ.
ચાલ આવ તું ન કર ચિંતા,
મુરજાતી એકાદ પાંખડીની,
આલિંગનમાં સમેટી વ્હાલ વરસાવી,
એનેય પ્રણયરંગે ફરી ખીલવી દઈએ.
ચાલ આવ આખોબાગ બની,
તારી થઈને આવું જો બદલામાં,
એકેક મ્હેકને મારી જીવંત કરે તું,
એકેક કૂંપણને તૃપ્ત કરે તું.