STORYMIRROR

માનસી પટેલ "માહી"

Drama Romance

3  

માનસી પટેલ "માહી"

Drama Romance

પ્રણય દાસ્તાન..

પ્રણય દાસ્તાન..

1 min
348

અજીબ નથી પ્રણયની આ દાસ્તાન?

હૈયે હૈયે રાજ કરીને'ય સાવ નાદાન..


હાથની ચુડીને ચપટી સિંદૂરે ચમકે

ક્યાંક વિના કહ્યે આંખોથી એ મલકે..


ક્યારેક ઝાંઝવા ક્યારેક અનરાધાર વહે

શાશ્વત શરારતી એ સદાય નશીલો રહે..


વહેતા ઝરણે તરસાવી સૂકા રણમાં ડૂબાડે

એકાકાર થઈ છેલ્લે શ્વાસને ઓગાળે..


રાતનું અડીખમ સ્વપ્ન સવારની જીણી આંખોમાં

ઉભરી વધુને વધુ નજીક રાખ્યા કરે સહવાસમાં..


તડપ તાલાવેલી આવેગને છંછેડતો જાદુગર

એકેક અંગે ઉઝરડા દેતો ચુંબનનો માણીગર..


વ્હાલની કોમળ કેડીએ એ વહેતો રહે અવિરત

એકબીજાના સાથમાં લાગે જાણે કયામત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama