પ્રણવ પમરાટ
પ્રણવ પમરાટ
પ્રણવનો પ્રાણ પામીયે
પમરાટ પામતા રહીએ
પણ કેવી રીતે ખબર નહીં,
પ્રણવનો રણકાર રાખીયે
રણ રેણુમાં રણકા રહે
પણ કેવી રીતે ખબર નહીં,
પ્રણવનો ઝણકાર ઝણકે
મન રણઝણ રણઝણે
પણ કેવી રીતે ખબર નહીં
પ્રણવની ગુંજ અંબરે ગુંજે
આતમનમાં અનહદ ગુંજ ઉતરે
પણ કેવી રીતે ખબર નહીં
પ્રણવ અર્ણવની ઓળખ મળે
અનાહતમાં આવિષ્કાર અહેસાય
પણ કેવી રીતે ખબર નહીં
એ પ્રણવ ઝાંખી.