Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANILAL ROHIT

Inspirational

4.7  

MANILAL ROHIT

Inspirational

પ્રણામ મોરી માતા

પ્રણામ મોરી માતા

1 min
198


પ્રથમ તને જ પ્રણામ મોરી માતા, 

પ્રથમ તને જ પ્રણામ.


વંદન કરું તારા ગુણો અપાર,

ગણતાં ના આવે ‌ક્યારેય પાર,

ગુણોનો ભંડાર મોરી માતા, 

પ્રથમ તને જ પ્રણામ.


નમન કરું તારો પ્યાર અપાર,

ક્યારેય આવતી ન ખોટ લગાર,

વરસાવે તું હેત સદાય, 

પ્રથમ તને જ પ્રણામ.


નમસ્કાર કરું તારા ઉપકાર અપાર, 

માતા વિના સૂનો સંસાર,

જીવનભર કરું સેવા સદાય,

 પ્રથમ તને જ પ્રણામ.


દેવોને દુર્લભ તારો ખોળો, 

દુનિયામાં જડશે નહીં જોટો,

માતૃપ્રેમનો સંદેશ એવો, 

એનાથી કોઈ પ્રેમ ન મોટો,

અમર રહે તારું નામ સદાય, 

પ્રથમ તને જ પ્રણામ.


કરું નમન, વંદન, નમસ્કાર, 

પ્રથમ તને જ પ્રણામ,

પ્રથમ તને જ પ્રણામ મોરી માતા, 

પ્રથમ તને જ પ્રણામ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational