STORYMIRROR

Dilip Ghaswala

Fantasy

4  

Dilip Ghaswala

Fantasy

પર્ણ પડ્યું નદીમાં

પર્ણ પડ્યું નદીમાં

1 min
415

તાજુ લીલું પર્ણ પડ્યું નદીમાં નાહવા..

શરમની મારી નદી માંડી જાતને છુપાવા..


પર્ણ સાવ અબૂધ, પવનના સહારે નર્તન કરી ઉઠ્યું,

ભૂલીને વહેવાનું નદીએ પૂછ્યું શું થયું? શું થયું?


છાલકથી છોળો એવી ઊડી કે નભ માંડ્યું ભીંજાવા,

તાજુ લીલું પર્ણ પડ્યું નદીમાં નાહવા.


પર્ણ નદીમાં મારી ડૂબકી જાતને ઝબકોળે,

જોવાને નદીમાં કેટલા વમળ વળ્યાં છે ટોળે !


દેખી નદીનો અસીમ પ્રેમ, પર્ણ લાગ્યું ચાહવા,

તાજુ લીલું પર્ણ પડ્યું નદીમાં નાહવા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy