પરમ પાસ
પરમ પાસ
નિસર્ગ ખોળે ખેલતા રવિશશી, મહિમા તેનો અપરંપાર,
એક આથમે બીજો ઉગે, નિત્યક્રમ સૃષ્ટિનો અપરંપાર.
ક્યારેય ભેગાં થાય નહિ, દિસતા એ દેવ ધરા પરના,
વર્ણન એનું શું કરવું ? તોયે કરીએ મતીની પેલે પાર.
અહો,કેવો સુરખી ભર્યો રવિ ઉગે, તેજે વિશ્વને ભરે,
દિસે ગોળો ઝૂલે આભઅટારીએ, જગ પાળે દીનાનાથ.
શોભી ધરાને રંગ છવાતો, અનેરો જામે રમ્ય નજારો,
પશુ, પંખી, વનસ્પતિ યે શ્વસે, આનંદે એનાં છત્ર સાથ.
સંધ્યા કોરે તો ડૂબે રવિ ને, આગમન થતું રાત્રી કેરું,
શશી રમે રાત્રીનભે ચાંદની, તારકગણ સંગ રૂડાં રાસ.
ધરા,વૃક્ષો,નદી,સાગર, પહાડો યે ન્હાતા ધવલ ચાંદનીએ,
શશી વરસાવે શીતળ મધુ પૃથ્વી પરે, ભલે હો એમાં ડાઘ.
બંને આ દેવ બ્રહ્માંડના, દીધાં સર્જનહારે તેજે ભરી દિસે,
ધરા ને જીવમંડળ આનંદે વિહરે, ખીલતાં એનાં છત્ર માંય.
ઉગે એ આથમે ચોક્કસ ક્રમ, એય જીવનનો પણ દિસતો,
કરવા કામ પરમાર્થના, જેથી પામીએ ગતી પરમ પાસ.
