પ્રકૃતિને માણું છું.
પ્રકૃતિને માણું છું.
આથમતા રવિમાં હું પ્રકૃતિને માણું છું.
ધન્ય છે ઈશ્વર અમને પ્રકૃતિ માણવા નયનો અર્પેયા;
પંખીને માળામાં જવાના સમયે હું પ્રકૃતિને માણું છું.
ગાયોના ધણને વાડા તરફ વળતા હું પ્રકૃતિને માણું છું;
તળાવના કાંઠે બતકા ને દેડકાને હું માણું છું.
ક્યાંક ક્યાંક ઊંડે કોયલ નો કલર હું માણું છું;
ખેતરના છેડે આછા અંધકારને હું જોઉં છું .
નાનકડા ફૂલની કળી કરમાતા હું પછતાઊ છું;
મેઘરાજાની મહેફીલ થી હું પ્રકૃતિને નિહાળું છું.
રવિ ની વિદાય હરખભેર હું પ્રકૃતિને નીરખું છું;
