STORYMIRROR

Rajesh Baraiya

Children

3  

Rajesh Baraiya

Children

પ્રકૃતિના ખોળે રમીએ

પ્રકૃતિના ખોળે રમીએ

1 min
13.9K


આવો બાળદોસ્તો આપણે,

પ્રકૃતિના ખોળે રમીએ,

પતંગિયાંની પાંખે આપણે,

રંગીન ફૂલે _ફૂલે ભમીએ,

વાણિયાનું વિમાન બનાવી,

ચાંદા મામાને મળવા જઈએ,

આગ્યાને દોસ્ત બનાવી,

તારલિયા જેમ ટમ ટમ કરીએ,

કરોળિયાની બુદ્ધિ તેમની,

જાળમાં આપણે જોઈએ,

સુગરી દરજીડાના માળામાંથી,

પાઠો તેમની કરામતના શિખીએ,

વડ દાદાની વડવાઇએ,

આપણે હીંચકા હીંચકા રમીએ,

ધરતીનો ખોળો ખુંદી,

પ્રકૃતિના ખોળે રમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children