STORYMIRROR

Zalak bhatt

Tragedy Fantasy

3  

Zalak bhatt

Tragedy Fantasy

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
179

આવો લઈ જઉ આપને, પ્રકૃતિની ગોદમાં

આજની આધુનિકતાથી, દૂર કોઈ મોડમાં,


આભ-ધરા મળે, એવા ક્ષિતિજની ખોજમાં

હું પણું ખોવાઈ જાય, એવી ભીની ઓજમાં,


સમય-સ્થળ કે સ્વસ્થતાનો, લાગે જ્યાં બોજના

સુંદર-સુગંધિત એવા પુષ્પોના લોજમાં !


ઘાસ-માટીને નદી સમાં આ હોજમાં

માણી લો’ મોકો મળતો આવો રોજેરોજ ના


આવો લઈ જઉ તમને, પ્રકૃતિની ગોદમાં

આજની આધુનિકતાથી દૂર કંઈ મોડમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy