Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

પ્રકૃતિ પણ ઉજવે તહેવાર

પ્રકૃતિ પણ ઉજવે તહેવાર

1 min
112

આજે જાણે પ્રકૃતિ ઉજવે સુંદર તહેવાર,

જોને સુંદર લીલોતરી છવાઈ ચારેકોર,

આવ્યો જાણે ! ધરતીને તૃપ્તિનો ઓડકાર,

જોને આ મેહ વરસે ઝરમર આપે નવો આકાર,

આ વર્ષા લાવી ધરતી પર ખુશીઓ અપાર,

જાણે ! મોર થઈ નાચે આખો સંસાર,

જાણે ! ધરતીએ સજ્યો દુલ્હનનો શણગાર,

આ દુલ્હનના સ્વાંગમાં લાગે છે એ જોરદાર,

જોને મોસમ ખીલી છે પૂરબહાર

દરેકના હૈયે છે આનંદ અપાર,

લીલા ઘરચોળામાં ટાંક્યા લાલ આભલાં,

જોને ! આ ધરતી કેવી લાગે છે સુંદર મનોહર,

આ આભે મેઘધનુષ્યએ લીધો આકાર,

જાણે ! સૌના સોનેરી સપનાં થયા સાકાર,

આજે જાણે ! પ્રકૃતિ ઉજવે તહેવાર,

માર્કેટિંગ કરી રહી છે જાણે ફૂલોની સરકાર.

Rate this content
Log in

Similar gujarati poem from Drama