STORYMIRROR

Jitendra Padh

Inspirational Romance

3  

Jitendra Padh

Inspirational Romance

પ્રિયતમની ઝંખના

પ્રિયતમની ઝંખના

1 min
13.4K


પ્રિયે તારા કાજલ નયને સપના થૈ સંતાવું છે.

ભમ્મરિયા કેશમાં મારે વેણી થૈ ગુંથાવું છે 

ઈચ્છા મારી એવી કે ભવભવનો સાથ રહે 

ધક ધક કરતી છાતીના આલિંગને કસાવું છે 

સ્મિત છલકાતા હોઠોથી વાત બની વહેતા થૈ 

કામણગારા કંઠે મારે સૂર બની લહેરાવું છે 

અરમાનોના આસમાનમાં ઊર્મિ પાંખે ઉડીને 

ગુલબદનની ખુશ્બુ થૈ દશેદિશામાં ફેલાવું છે 

 હરદમ તારો સાથ રહે હાથમાં તારો હાથ રહે 

મંઝિલે ડગ ભરતાં ચરણે ઝાંઝર થૈ રણકવું છે 

શ્વાસ સદા તવ નામ રટે, ને છેક લગી સંગાથ રહે 

કંગન, બિંદી પાનેતરના પ્રાણ થૈ ધબકવું છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational