STORYMIRROR

Jitendra Padh

Inspirational Others Classics

2  

Jitendra Padh

Inspirational Others Classics

પ્રાર્થના

પ્રાર્થના

2 mins
14.1K


મને આપજે મહેતલ પ્રભુ, સંસારમાં થોડા શ્વાસની

કરીને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપની...

આવીને યમ દળ આંગણે, ઓઢાડે દર્દોની ઓઢણી

સમજાવે સઘળું સાનમાં, સેવા કરી શિ શ્યામની...

મને ડર નથી કંઈ મોતનો, પણ બીક છે યમરાજની

પકડીને મુજને પૂછશે, રટણા કરી શિ રામની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને

તો સંભાળ રાખો શામળા, તારા ભક્તના સૌ ભારની..

સદા સ્મરણ હો સરકારનું, એ છે અરજ એક "કેદાર"ની

બસ એટલી છે અભ્યર્થના, કરૂં પ્રાર્થના પ્રભુ આપની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational