STORYMIRROR

Jitendra Padh

Romance Classics

3  

Jitendra Padh

Romance Classics

જન્મ જન્મની પ્રિત

જન્મ જન્મની પ્રિત

1 min
25.8K


ભવોભવ તૂજ હોંઠો પર,

ગીત બનીને લહેરાઉં.

આંખોની કાજલ પલકોમાં, 

ખ્વાબ બનીને છુપાઉં.

      

ને ધકધક કરતી છાતી એ -

હૃદય ધબકારે જીવ બની,

ભાગ્ય રેખાની હથેળી પર -

મહેંદીએ નામ બનીને ચીતરાઉં. 

છે તમન્ના મારી એવી કે -

લહેરાતા તૂજ પાલવડામાં, 

દશે દિશામાં ખુશ્બુ થૈને,

ચોગરદમ વાયુ બનીને ફેલાઉં. 

સમીસાંજના શમીયાણામાં, 

સાજ સુરના સાથી લૈને;

વહેતાં સુરે કોકિલ કંઠે, 

ગઝલ બનીને મહેફિલોમાં ચમકાવું. 

અંગત સોદા સમી વ્યવારું નથી એંધાણી.   

છે જન્મો જન્મની પ્રીત બંધાણી.

અજબ અનોખી દાસ્તાં બની,

પ્રેમ કહાની ઘરઘરમાં હું વંચાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance