STORYMIRROR

Jitendra Padh

Inspirational

3  

Jitendra Padh

Inspirational

સાંભરું છું હું મને

સાંભરું છું હું મને

1 min
13.7K


શ્રી હરેશભાઇ તથાગતની અત્યંત સુંદર ગઝલ પરથી મારી થોડી હળવી ગઝલ

બોટલ ભરી, ખાલી કરી, ખાલી કરું છું હું મને,

પીધા પછી તો માંડ પોતે સાંભરું છું હું મને.

અંદાજ તો માંડો તમે, મારા પરમ કંટ્રોલનો,

મારી જ સામે, હું જ ખુદ, દર્પણ ધરું છું હું મને.

જીવન છે મારું, પેગ મારું, હર પળે એકાદ - બે,

ને એક રીતે, તે પછી તો, કરગરું છું હું મને.

છૂટી જશે એવી છે ઈચ્છા; ને કરી છે ટ્રાય પણ,

પણ ટ્રાય કરવામાં જ તો, બહુ આંતરું છું હું મને.

અંધારું ચારેકોર, ત્યારે બસ છવાઈ જાય છે,

જ્યારેય પણ તો સ્હેજ સારો, ચીતરું છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational