STORYMIRROR

Jitendra Padh

Others

2  

Jitendra Padh

Others

દેશભક્તિ ગાન

દેશભક્તિ ગાન

1 min
14.4K


ઝિંદાબાદ ઝિંદાબાદ

આઝાદ હિંદ ઝિંદાબાદ

સ્વતંત્ર ભારતમાં દેશમાં

હર કોઈ છે અહીં આઝાદ

દેશકાજે કુરબાન શહીદોને

કરો લાખ લાખ, સલામ 

તિરંગો સદા લહેરાતો રહે

અમે સાચવીશું તેનું માન

ઝિંદાબાદ ઝિંદાબાદ...

આઝાદ ભારત ઝિંદાબાદ

પાકિસ્તાનનાં આક્રમણને

આતંકવાદીઓનો ત્રાસ

નહીં ઝૂકીશું, નહીં નમીશું

હંમેશા દેશું વળતો તેને પડકાર

ઝિંદાબાદ ઝિંદાબાદ...

દુશ્મનોને સતત હંફાવીને

રાખીશું દેશની ઊંચી શાન

ભારતનાં અમે સૌ સંતાનો

છીએ વીરતાનો અવતાર

ઝિંદાબાદ ઝિંદાબાદ...

દેશની અહિંસક આઝાદીનો

અમર સદા રહેશે ઇતિહાસ

નેકી સચ્ચાઈ વફાદારીથી

કરીશું દેશસેવાના કામ

ઝિંદાબાદ ઝિંદાબાદ...

એક જ ધર્મ છે, માનવધર્મ

એક પિતાના સૌ સંતાન

વાડા ભૂલીને એકત્ર રહીશું

એક જ અમારો અવાજ

બોલો, ચાલો, આવો અમારી સાથે

મેરા ભારત દેશ મહાન

ઝિંદાબાદ ઝિંદાબાદ...

 

 


Rate this content
Log in