Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Romance

4.3  

Bharat Thacker

Romance

પ્રિયતમા – એક કરિશ્મા

પ્રિયતમા – એક કરિશ્મા

1 min
204


જિંદગીનો આ સહુથી મસ્ત મજાનો ક્રમ હોય છે,

પ્રિયતમા થકી જિંદગી સુરીલી સરગમ હોય છે,

 

નજર અને નજારો બદલી જાય છે, જ્યારથી આવે છે, પ્રિયતમા

અજબ હોય છે, જાદુગરી પ્રિયતમાની, ચારે બાજુ ઇલમ હોય છે,

 

આમ તો સામાન્ય લાગતો હોય છે, ગાલ પરનો તલ

પણ પ્રિયતમાના ગાલ પરનો તલ, કાતિલથી ક્યાં કમ હોય છે,

 

દુનિયાભરના દુઃખ દર્દ મિટાવી શકે છે, એનું સ્મરણ માત્ર

પ્રિયતમા જેવું ક્યાં કોઈ મલમ હોય છે,

 

અલૌકિક બની જતી હોય છે, દુનિયા આપણી

જયારે પ્રિયતમા સાથે સુમધુર સંગમ હોય છે,

 

તરવાની જેમ ડૂબવાની મઝા પણ થઈ શકે છે, ઉતમ ‘સૌરભ’

પ્રિયતમાની આંખોમાં ડૂબી જવાની મઝા પણ અનુપમ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance