પરિવારનો બગીચો
પરિવારનો બગીચો
એક ફૂલને થયું કે લાવ હું તો સુંગંધનો દરિયો છું
ડાળીથી અલગ મારી ઓળખ ઊભી કરૂ
પણ એ કરમાઈ ગયું
બુંદને અભિમાન થયું કે મારા થકી સમુદ્ર છે
હું નામ કમાવી લઉં, પણ એ ધૂળમાં મળી
પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠું
ઊંચે ઉડતી પતંગને ગુમાન થયું
હું શા માટે દોરા સાથે બંધાઈ રહુ !
મારું તો ઊંચું સ્થાન
કપાયો પતંગ દોરાથી,
પટકાયો એ જમીન પર
થડને થયું અભિમાન મારું કેવું સુંદર રૂપ
આ મૂળ તો રહે સદા જમીનમાં, ને હું રહુ ઉપર
મૂળથી ઝાડ અલગ થઈ સુકાઈ ગયું
પરિવારના એક સભ્યને થયું ગુમાન
મારા થકી ચલે આ ઘર
લાવ ને મારી અલગ ઓળખ ઊભી કરૂ
પણ આવી ખોટ ધંધા અને સંબંધોમાં
ખાધી ઠોકર એને, પડી ગયો એ તો
પરિવારે ઝાલી હાથ ઊભો કર્યો
સમજાય ગઈ એને પરિવારની શાન
પછી તો વધ્યું એને માન
નિશ્વય કરી લીધો પાકો
હું પણ આપીશ મારા પરિવાર માટે જાન
ખીલ્યો ખૂબ આ પરિવારનો બગીચો
જાણે! વસંત આવી મહેક ફેલાઈ ચારેકોર
