STORYMIRROR

ALKA J PARMAR

Inspirational

3  

ALKA J PARMAR

Inspirational

પરિવાર

પરિવાર

1 min
1

પરિવાર હંમેશા ગણાય છે એક પંખીનો માળો,

હોય છે ઘણા એવા માનવી જેને નથી ગમતો આવો માળો.


સુખી સમૃદ્ધ પરિવારને વિખેરવા ઘડે સૌ કાવતરા,

ફેરવી દેશે કાતર પરિવારના કરવા હજાર ટુકડા.


ચેતી જાજો આવા માનવીથી જે હોય ઈર્ષાથી ભરેલા,

નહીં રહેવા દે પરિવારને એક જુદા કરશે એક એકથી.


એક જ ઘરમાં રહેનારા મોં ફેરવી લેશે એક બીજાથી,

ખુશ થશે એવા લોકો આવા પરિવારને જુદા કરી.


ના આવશો કોઈની વાતમાં તો નહીં તૂટે કોઈનો પરિવાર,

પરિવાર રહેશે સાથે તો દુઃખ રહેશે હંમેશા દૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational