પરિશ્રમ
પરિશ્રમ
ગુજરાત હોય કે અમેરિકા,
ગામડું હોય કે વિદેશ,
ખેતર હોય કે મોટલ,
ખેડૂત તો સદા પરિશ્રમી હશે.
ન કોઈ ફરિયાદ હશે,
ન કોઈ બહાનું હશે.
હશે તો માત્ર પરિશ્રમ હશે,
ખેડૂત તો સદા પરિશ્રમી હશે.
પરિશ્રમી ખેડૂત પરિવારોને જોઈ,
લખાઈ ગઈ આ કવિતા.
આપણે તો ધન્ય થઈ ગયા "મનોજ",
ધન્ય છે તેઓને અને તેઓના પરિશ્રમને.
