STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

પરીક્ષામાં

પરીક્ષામાં

1 min
462

જીંદગીની પરીક્ષામાં ક્યારેક નાપાસ થવાય છે.

કડવી વાતોથી દિલ પણ જો વારંવાર ઘવાય છે.


સમસ્યાતો આવતી રહેવાની છેલ્લા શ્વાસ સુધી.

ઉકેલ એનો શોધતા રહીને, જગમાંથી જવાય છે.


એકજ વાર મળે છે આ જીવન પ્રેમથી જીવી લઇએ,

ગીત ખુશીના રોજ-રોજ સહજતાથી ક્યાં ગવાય છે?


આજને સુંદર બનાવો તો ભૂતકાળ સુંદર બનશે.

દિલ તો નાની-નાની ખુશીમાંય કેવું હરખાય છે.


નકામી વાતને છોડી જુઓ કાયમ માટે સુખી થશો.

યાદ રાખે જે એને એ તો કાયમ જોને પસ્તાય છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational