STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

પરીક્ષા તો આવે ને જાય,

પરીક્ષા તો આવે ને જાય,

1 min
199

પરીક્ષા તો આવે ને જાય, 

જીવનમાં પરીક્ષા થાય,

ક્યારેક પાસ થવાય,

ક્યારેક નાપાસ પણ થવાય,


પરીક્ષાના ડરથી ગભરાય ના જવાય, 

કે ક્યારેય નાસીપાસ ના થવાય, 

પરીક્ષા તો આવે ને જાય,


ખોટા વિચાર આવે ત્યારે,

ગમતાં કામ કરીએ,

એકલવાયા ના રહેતા,

સુપાત્ર સાથે ફરીએ,


 માંડ મળેલા મનખા દેહને, 

સાચવીને જીવાય, 

આ મૂલ્યવાન જીવને જોખમમાં ના મુકાય, 

પરીક્ષા આવે ને જાય,


પરીક્ષાની પૂર્વ તૈયારી શાળામાંથી, 

મેળવી ભણી લઈએ, 

પરીક્ષા આવતાં પહેલા માબાપ ને, 

શિક્ષક કહે તે ધ્યાને લઈએ, 


પરીક્ષા ખંડમાંજ મા,

સરસ્વતીને યાદ કરીએ, 

ખૂલ્લા મન ને શાંત ચિત્તે વિચારી, 

સારા અક્ષરે જવાબ લખીએ, 


પરીક્ષામાં સફળ થવાની આજ છે ગુરુ ચાવી, 

પરીક્ષામા ચોક્કસ પાસ થવાય,

પરીક્ષા આવે ને જાય.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational