પરીક્ષા હજી બાકી છે
પરીક્ષા હજી બાકી છે
ના લે ટેંશન શાળાની પરીક્ષાનું,
જીવનની પરીક્ષા હજી બાકી છે,
થઈશ ના ભયભીત તું,
કફનની પરીક્ષા હજી બાકી છે.
છે શાળાની પરીક્ષા જાણે,
કીડી હોય મંકોડાના ટોળામાં,
ભાઈ રડીશ મા,
એના ગમનની પરીક્ષા હજી બાકી છે.
કહું તને તું થા મજબૂત,
અને કર સામનો એ પરીક્ષાનો,
કારણ એ "શાદ"
દફનની પરીક્ષા હજી બાકી છે.
