પરગ્રહવાસી
પરગ્રહવાસી
આપણે જેની કલ્પના કરીએ છીએ,
એ શું પરગ્રહવાસી અસ્તિત્વમાં હશે ?
હોલીવૂડમાં એની બહુ ફિલ્મો બનતી રહેશે.
કલ્પનામાં રહેતો માનવ શોધખોળ કરતો હોય,
અવકાશી છલાંગો મારી સંશોધન કરતો રહેશે.
કલ્પના કરીને તો કેટલી બધી શોધો થઈ હતી,
માનવનો થાય વિકાસ એ સારા માટે જ હશે.
કેટલીય પૌરાણિક કહાનીઓમાં પણ દ્રષ્ટાંત છે,
શું પરગ્રહવાસી એ કલ્પના કે વાસ્તવિકતા હશે !
ઈશ્વરે બ્રહ્માંડનું કેવું સર્જન કર્યું છે ?
પૃથ્વી સિવાય પણ જીવન અસ્તિત્વ હશે.
પરગ્રહવાસી છે કે નથી કે કોઈ કલ્પના,?
કેટલાક વૈજ્ઞાનિકોએ અનુમોદન આપ્યું છે.
પરગ્રહવાસી પણ માનવ જેવો જ હશે ?
કોઈ સારો અને કોઈ ખરાબ પણ હશે.
