STORYMIRROR

Vijita Panchal

Inspirational

4  

Vijita Panchal

Inspirational

પ્રેરણા

પ્રેરણા

1 min
368

અંતરની ઉઘાડ તું બારી નાનું અમથું હૃદય દેખાશે, 

એક દીવારૂપી ધબકારા તારા જગ આખું અજવાળશે,


શાને થાય છે તું અધીરો આટલો, ધીરજ ધર મનમાં,

નયન બંધ કરીને જો, સમસ્ત વિશ્વ નવી દિશામાં ફેરવાશે, 


હારતો નહીં તું કદાપિ, સહેજ પગ નીચે કેડી કંડારજે,

ભલે કાંટા આવતાં હોય તોય ચરણ તારા પાછા ન વાળજે,


પ્રકૃતિની તો આદત છે માનવને મારી કચડીને પછાડવાની, 

સ્મિત સાથે તું ઊભો થાજે એક અનેરો જુસ્સો વધારજે, 


પ્રારબ્ધ પર ચાલ્યા કરતા પરિશ્રમની આશા પ્રસરાવજે,

તારા સામર્થ્યની તાકાત આખી સૃષ્ટિને બહેતર બનાવશે, 


સફળતાની ચાવી આપી છે તને એને કાયમ બાંધી રાખજે,

નાનાં સરખાં નિષ્ફળતાના તાળાને એક ઝાટકે ખોલી નાખજે, 


પડછાયો તારો છે જ તારી પાસે અન્યની આશા મારી નાખજે, 

નવીન ચેતનાનો સંચાર કરી આખા હિન્દુસ્તાનને જગાડજે ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational