Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

પ્રેમથી પાગલ

પ્રેમથી પાગલ

1 min
510


રાખ થાય સઘળું એ પહેલાં તું થોડું થોડું ફરવાનું રાખ,

ચાર દીવાલો વચ્ચેથી થોડું રોજ બહાર નીકળવાનું રાખ !


ભીતરનું પંખી પાંખો ફફડાવીને તરફડીને તડપે એ પહેલાં,

પિંજરને તોડીને ખુલ્લા આકાશમાં મુક્ત થઈ ઉડવાનું રાખ !


આ જ લાકડામાં થશે ખાખ, ખુમારી ને ખેલદિલી બધી અહીંજ,

તેથી હર એક પળને સૌ સાથે વહેંચીને વ્હાલથી જીવવાનું રાખ !


હાથમાંથી સરકે રેત ઝડપી એમ સરકી રહ્યો જોને સમય આ,

રોજ નવું જીવન સમજી સમય સાથે કદમ મિલાવવાનું રાખ !


ઝાકળ,ઝાંઝવા ને મૃગજળની અટકળ જેવી આ ફાની દુનિયા,

હમણાં વરસતો હોય વરસાદ તો હમણાંજ પલળવાનું રાખ !


"પરમ" તો આ રહ્યો ઉપલબ્ધ સદા તારી આસપાસ ચારેકોર,

તુય મારી જેમ જ પ્રત્યેક પલમાં પ્રેમથી "પાગલ" થવાનું રાખ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational