પ્રેમપત્ર
પ્રેમપત્ર
પ્રિયતમ તને શું લખું ?
મારી લાગણીને શબ્દોમાં કેમ વર્ણવું ?
તુજ મારી જિંદગી અને તુજ બંદગી,
તુજ મારું જીવન અને તુજ સર્વસ્વ,
તારા વિના સાવ અધૂરી,
તારા સંગે થઈ જાવ પૂરી,
તારો પ્રેમ જ મારું જીવન,
વર્ષા થઈ તારા પ્રેમની,
દિલનો બાગખીલી ગયો,
આ દિલને સુવાસિત કરી ગયો,
આ જિંદગી મહેકાવી ગયો,
બંજર ધરતીમાં ગુલશન બનાવી ગયો,
આ અતૃપ્ત વિરાન દિલની ધરાને,
લાગણીની ભીનાશ અર્પી
આ દિલની ધરતી,
મહેકાવી ગયો.

