STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

પ્રેમનું ઉપવન...

પ્રેમનું ઉપવન...

1 min
329

'મા' એક શબ્દ જ ન્યારો,

હું બોલું ને ચહેરો મલકતો,

એક મહેકતું નાનું ઉપવન,

પ્યારનું હુલામણું મધુવન,


શું વાત કરૂં મા તારી ?

તારો પ્રેમ શબ્દમાં ખુટે,

તને છોડતાં દમ ઘૂટે.


પહેલો ભરોસો મા તું જ,

ઈશ્વરની લગોલગ છે તું,

કેટલું સહે તું મારાં ખાતર,

તારાં પ્રેમને પણ રાખે અળગો.


મુજ પર વ્હાલ વરસાવે રોજ !

મા મારી તું જુગજુગ જીવે,

પરિવારને ખુશીથી ભરી દે.


પરિવાર કાજે ખુદાથી પણ લડે,

તું સદાય અમને ભીંજવતી રહે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational