STORYMIRROR

Dr.Riddhi Mehta

Romance Inspirational

4  

Dr.Riddhi Mehta

Romance Inspirational

પ્રેમનું ભાતું

પ્રેમનું ભાતું

1 min
304

કેવા હતાં એ દિવસોને,

કેવી હતી એ નિરાલી વાતો !

હું જાતો ખેતરે કામથી,

તું લઈ આવતી ભાતું વ્હાલથી.


તને આવતી જોઈ તારા પર વહાલ આવતું,

આવવા બપોરમાં પણ તારું સ્મિત છલકાતું.

મારા માટે તું ભુલી જતી બધો થાક,

મારા કાજે બનાવતી એ પ્રેમનો પાક.


ઝાડની ઓથે સાથે બેસી જમતાં,

એકબીજાની આંખોમાં આંખો પરોવીને બેસતાં,

નહોતી જરૂરત અમારે,

જવાની કોઈ હનીમુન માટે.


પ્રેમનો વ્હાલ વરસાવી દેતી એ,

ચુંબનોથી મને નવરાવી દેતી,

એ સમયનું હતું જે ભાતું,

આજે કહેવાય છે લન્ચનું નામું.


સુકા રોટલામાં પણ હતી જે મીઠાશ,

આજે પાંચ પકવાનમાં પણ,

આવી ગઈ છે ખટાશ.


સાથે રહીને પણ સુકાઈ છે લાગણીઓ,

ટૂંકી થઈ છે સહનશીલતાની રેખાઓ,

ફરી થાય છે મળે એ સોનેરી દિવસો,

જીવી લઉં થોડી પળોમાં જિંદગીના વર્ષો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance