STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રેમનો તરફડાટ

પ્રેમનો તરફડાટ

1 min
157

ભૂતકાળ સાથે હવે હું જીવી રહી છું,

તમારા વિરહની પીડા હું સહી રહી છું,

હરપળ તમને યાદ કરૂં છુ મારા પ્રિયતમ,

તમારી વાટ હું દિન રાત જોઈ રહી છું,


નગરની શેરીઓમાં તમને હું શોધી રહી છું,

તમારા મિલન માટે હું ખૂબ તડપી રહી છું,

ક્યારે તમારૂં મિલન થશે મારા પ્રિયતમ,

તમારા પ્રેમની દિવાની હવે હું બની રહી છું,


મારા નયનોથી અશ્રુઓ વહાવી રહી છું,

તમારા પ્રેમ માટે તરસી હું બની રહી છું,

આવીને તમે તરસ બુઝાવો મારા પ્રિયતમ,

તમારા પ્રેમમાં ડૂબવા હું અધીરી બની છું,


તમારા સ્વાગતની તૈયારી હું કરી રહી છું,

મારા સપનાંનો મહેલ હું સજાવી રહી છું,

"મુરલી" ને દિલમાં સમાવી લો મારા પ્રિયતમ,

હવે હું તરફડીને જીવતા કફન બની રહી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance