પ્રેમનો સુર
પ્રેમનો સુર
તારા પ્રેમના એ કિનારે ચણેલી,
દિવાલનો એક મકબરો રહી ગયો.
નહો’તી ખબર મને તારા પ્રેમની,
તારા બોલનો બંધાણી બની ગયો.
મારી આંસુના સૂર તારી કબર પર,
વરસાવી જીવંત બની ગયો.
પનાહ છું દીવાનગી પર જિંદગી,
તારી ઓઝલનો સિતારો બની ગયો.
આખી કાયનાત વફા છે મારા પર,
તારી ઈબાદતનો એકરાર બની ગયો.
તારા હૃદયની લાગણીએ છેડેલા સુરે,
તને પામવાની એક આદત બની ગયો.
સુરની મોસમના છે કિનારા ઘણા.
હું તારા સુરનો સરતાજ બની ગયો.

